Untitled Document
    
 
Untitled Document
 
 
About us  >> Gujrati
 

સહ-આભ્યાસિક પ્રવૃત્તિઓ

શ્રી હેમલતાબેન રૂપાણી

"ઘટમાં ઘોડા થનગને ને યૌવન વીંઝે પાંખ,

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ."

આ યૌવનને ઉંબરે આવી ઊભેલા, અને અણદીઠેલી ભોમ પર આંખો માંડી બેઠેલા થનગનાટનેપ. અંદરને અંદર ધરબી દેવો કે પછી એની વીંઝાતી પાંખને દિશા આપીને, શક્તિ આપીને ઊડવા દેવી! બધું જ શાળા-મહાશાળા તેના શિક્ષકો, તેના આચાર્યો, તેના સંચાલકો પર નિર્મર કરે છે. વિદ્યાર્થીનીઓને સમજાવી દે છે-

"તું તારા દિલનો દીવો થાજે

કોડિયું તારું કાચી માટીનું

તેલ દિવેલ છુપાયા

નાનીશી સળી અડી ન અડી

પ્રટશે રંગમાયા..."

બસ જરૂર છે એક નાનકડી ચિનગારીની-અને એ પ્રગટતી રંગમાયામાં બાળક તો ઝબકોળાશે પણ સમગ્ર શાળા પરિવારને પણ ઝબકોશે... શાળાઓનું કાર્ય ફક્ત એજ છે, બાળકને સમજણ આપી દેવી, ભાઈ તું જ દીવો છે અને ચિનગારીએ તું જ છે...

આવું કઈ રીતે થાય? નારે ના, એ એટલું સરળ નથી - આનાથી તો બાળકનો આત્મવિશ્વાસ વધવાને બદલે કોઈ વાર ઘટે છે. "ઈંગ્લીશ તો ન આવડે... ગણિતમાં તો મારું મગજ ચાલતું જ નથી." આવું આવું તો કંઈક... તો પછી આત્મવિશ્વાસ આવે શી રીતે? તેના માટે શાળાએ વ્યક્તિગત ભિન્નતાને પોષે તે રીતે અનેકવિધ નાના-મોટા અભ્યાસપૂરક કાર્યોનું સતત આયોજન અને અમલ કરતાં રહેવું જોઈએ. કઈ રીતે? કોણ કરે? ટાઈમટેબલમાં તો ન હોય!

આપણું વિદ્યાલય એક વિદ્યાર્થીનીમંડળની રચના કરે છે. આ મંડળ એટલે દરેક વર્ગમાંથી બે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા તે પ્રતિનિધિઓએ ચૂંટેલા મંત્રી તથા ઉપંત્રી અને આચાર્યાશ્રીના નિમેલા શિક્ષક કે જે માર્ગદર્શક બની રહે. આ કામ શ્રી સરોજબહેને ઘણાં વર્ષ સંભાળ્યું હતું- ઊર્મિમલાબહેને સંભાળ્યું હતું. હાલ હું કરું છું. વિદ્યાર્થીની-મંડળ લગભગ દર પંદર દિવસે પણ મળે જેવી જરૂરિયાત-કાર્યક્રમો વિચારતી વખતે દરેક વર્ગને તેની વય-કક્ષા વગેરેને ધ્યાનમાં રાખવામાં આવે - વર્ગની વિશિષ્ટ વ્યક્તિઓને ધ્યાનમાં રાખી પ્રતિનિધિઓ પોતાને શિરે ક્યો કાર્યક્રમ લેવો તે નક્કી કરે-

કાર્યક્રમો નીચેના વિભાગમાં વહેંચી શકાયઃ

(૧)     વ્યક્તિવિશેષનું જીવનદર્શન.

(૨)     રાજકીય, સામાજિક, ધાર્મિક તહેવારોની ઊજવણી.

(૩)     વિશિષ્ટ અભ્યાસ પદ્ધતિ.

(૪)    વિદ્યાર્થીનીઓની આંતરિક શક્તિઓને પડકારરૂપ પ્રવૃત્તિઓ.

(૫)    પ્રકૃતિદર્શન, ઉજાણી, પર્યટન, પ્રવાસ.

(૬)     કલાદૃષ્ટિને કેળવણી કાર્યક્રમો.

(૭)    શિસ્તને લગતા કાર્યક્રમો.

(૮)     કાયમી અને અનિવાર્ય.

(૯)     સાહિત્યસર્જન.

(૧૦)   સર્વેક્ષણ.

(૧૧)    સમાજને મદદરૂપ થવાય તેવી પ્રવૃત્તિઓ.

(૧૨) ઉત્પાદક શ્રમ કાર્ય.

(૧૩) સમયાંતરે થતાં મોટા ઉત્સવો.

(૧૪) સમયાંતરે થતાં મોટાં પ્રદર્શનો.

ઉપરના જેવું સામાન્ય વર્ગીકરણ થાય. કદાચ આવા કોઈ વર્ગમાં ન આવતી હોય તેવી પ્રવૃત્તિ પણ થઈ જાય તો ના નહીં. વિદ્યાલય એટલે અભ્યાસની સાથે અભ્યાસપૂરક પ્રવૃત્તિઓનો ધમધમાટ-સતત બાલમંદિરથી માંડીને હાયર સેકન્ડરી સુધી!

(૧)     વ્યક્તિ વિશેષનું જીવનદર્શનઃ

રૂસો, આચાર્ય રજનીશજી કે જે. કૃષ્ણમૂર્તિ-બાળકોને બીજાનું જીવનદર્શન કરાવવાની ભલે ના પાડે પણ અહીં તો એની પાક્કી જરૂરિયાત છે. મહાત્મા ગાંધી જો કહે કે મને હરિશ્ચંદ્રના જીવનમાંથી સત્યની પ્રેરણા મળી-તો આપણે વળી કોણ? આપણને પણ વ્યક્તિના જીવનમાંથી કંઈક ભાથું મળી જાય.

       લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રસેવકો.

       ગુરુદેવ ટાગોર, મર્હિષ અરવિંદ, આચાર્ય વિનોબા ભાવે જેવા મર્હિષઓ

       કલાગુરુઓ, કવિઓ, લેખકો, વૈજ્ઞાનિકો, સાહસવીરો.

       ભગવાન શ્રી કૃષ્ણ, પ્રભુ મહાવીર, ભગવાન બુદ્ધ, મહંમદ પયગંબર સાહેબ આમ દરેક વરસે અનુકૂળતા પ્રમાણે ઉપરનામાંથી પાંચ-છ વ્યક્તિઓને સરસ રીતે યાદ કરી શકાય છે.

       મહાત્મા ગાંધી, ગુરુદેવ, ટાગોર, તથા ભગવાન શ્રીકૃષ્ણ મર્હિષ અરવિંદ પર તો સપ્તાહ સુધી ઊજવણી થાય.

       તેમાં એમના જીવનના પ્રત્યેક પાસાનો વર્ગદીઠ અભ્યાસ થાય અને તેની વિવિધ રીતે રજૂઆત થાય.

       અહીં આપણે ગાંધી-સપ્તાહની વાત કરીએ.

એકાદ મહિના સુધી એક જુદા ઓરડામાં ગાંધી પુસ્તક પ્રદર્શન રહે. દરેક વર્ગ પોતાની નવરાશે ત્યાં આવે, નિરાંતે બેસે અને વાંચે, નોંધ ટપકાવી લે. પછીથી આખું અઠવાડિયું ઉજવાય. જેમાં-

       ગાંધીજીવન અંગે વક્તૃત્વ.

       ગાંધી ગીતો.

       ગાંધીજી પર - સ્વ-રચિત કાવ્ય.

       ગાંધીજી પર નિંબધ/તેમના અગિયાર વ્રતો.

       ગાંધીજીના જીવનના જુદા જુદા પ્રસંગોનું નાટ્ય રૂપાંતર.

       ગાંધીજી અને સત્યાગ્રહો.

       ગાંધીજી અને વિદ્યાર્થીજીવન/રચનાત્મક પ્રવૃત્તિઓ-

       ગાંધી પુસ્તક પ્રદર્શનમાંથી મને શું મળ્યું?

       ગાંધીજી પર જ ચિત્ર સ્પર્ધા.

આમ, આખું અઠવાડિયું બસ બાપુમય બની જાય. આવે વખતે કોઈ વક્તાને પણ બોલાવ્યા હોય, કોઈ ગાંધીજીના અંતેવાસીને બોલાવીને તેમનું અભિવાદન પણ કર્યું હોય, સમૂહ સફાઈનો કાર્યક્રમ પણ રાખ્યો હોય. ટૂંકમાં બાળકો બાપુને ઓળખે. એકસાથે વડીલોને પણ બાપુને યાદ કરી ર્હિષત થવાનો પ્રસંગ સાંપડે-શિક્ષકોને પણ વધુ કર્તવ્યનિષ્ઠ થવાની પ્રરણા મળે. શરૂઆતના વીસેક વર્ષ તો બધા પાસે રેંટિયા હતા, વ્યવસ્થિત કાંતણ યજ્ઞ પણ ચાલતો ત્યારે કાંતણ હરીફાઈ પણ થતી, પણ હવે અહીં ખાસ કોઈને કાંતતા આવડતું નથી.

આવી જ રીતે કૃષ્ણદશન પણ બહુ રસિક બની રહે છે. નાનકડાં, નાનકડાં મુખમાંથી ગીતાના એક એક અધ્યાયમાં કૃષ્ણએ આપેલ ઉપદેશનો સ્ત્રોત વહેતો હોય તે સાંભળીને પણ હૈયું હર્ષથી છલકાઈ જાય. (બાકી તો કૃષ્ણજન્મ એટલે મેળો, હરવું-ફરવું-ચોળાફળી ને ચેવડા ખાવા અને સૌથી ખરાબ તો ચારે બાજૂ જુગાર ખેલાવો.) અહીં બાળકો સાચા કૃષ્ણને પામે-ગીતાની સાથે સાથે કૃષ્ણભક્તિના ગીતો-સૂરદાસજી, મીરાંબાઈ, નરસિંહ મહેતા પણ ગવાય-વંચાય.

(ર)     રાજકીય, સામાજિક, ર્ધાિમક તહેવારોની ઊજવણીઃ

૧પમી ઓગષ્ટ અને ર૬મી જાન્યુઆરીએ ધ્વજવંદન-તેની પણ સરસ પ્રેક્ટિસ થાય. વ્યવસ્થિત લીડર તૈયાર થાય. પહેલા તેની સાથે રમતોત્સવ જોડાયેલો રહેતો પણ છેલ્લા પાંચ-સાત વરસથી ટી.વી.ના પ્રભાવથી રમતોત્સવનો ટાઈમ બદલ્યો છે. ધ્વજવંદન કોઈ રાષ્ટ્રભકત વ્યક્તિ પાસે કરાવવામાં આવે, તેમનું પ્રવચન પણ ગોઠવાય. વળી, આવા સારા દિવસોમાં હોસ્પિટલમાં સૂતેલા દર્દીઓ કે તરછોડાયેલા બાળકો કે વૃદ્ધોને કેમ ભૂલાય!

ધ્વજવંદન પછી હોસ્પિટલમાં ફળો આપવા જવું, વૃદ્ધાશ્રમમાં લડુ કે એવું કંઈ લઈને જવું. ત્યાં પ્રાર્થના કરવી, બધાને પ્રેમથી મળવું વગેરેથી વિદ્યાર્થીઓ ખૂબ આંનદિત બને-મળીને આવ્યા પછી આ આનંદ કરુણામાં, દુઃખમાં ફેરવાઈ પણ જતો-શાળાઓનું કામ તો શું છે, સંવદનશીલ વ્યક્તિનું ઘડતર કે બીજું કઈ?

છાત્રાલયમાં રક્ષાબંધનનો તહેવાર બહુ ભવ્ય બની રહે. બહેનો ભાઈથી દૂ હોય-જાતે બનાવીને કલાત્મક રાખડીઓ તો ભાઈને પોસ્ટ કરી દીધી હોય-પણ પ્રાર્થના સભામાં સરસ પ્રાર્થના ગવાયા બાદ...

"વીરલાને રાખડીએ રખવાળા કે,

વીરલો અમર રહેજો રે...

એવી રે રાખડી બાંધીને વીરલો

અંગળીએ ગિરિવર ધારે

કાલી કાલિન્દીના કાળા રે નીરમાં,

કાળી રે નાગને નાથે..."

આ સુભદ્રાના વીરા માટે જ શું શક્ય છે-ના રે ના સુભદ્રાનાના હાથે તૈયાર થતી બધી જ સુભદ્રાના વીરા માટે પણ શક્ય છે.

તે દિવસે પણ છાત્રાલયના બહેનો અંધમહિલા વિકાસગૃહ, બહેરા-મૂંગા બાળકોના વિદ્યાલયમાં, અપંગગૃહમાં તથા મેન્ટલી રીટાર્ડેડ બાળકોની શાળામાં જઈ વિદ્યાર્થીઓને રાખડી બાંધે અને પોતાની સૂતેલી સંવેદનાને જગાડી સમસંવેદન અનુભવે.

(૩)     વિશિષ્ટ અભ્યાસ પદ્ધતિઓઃ

પ્રતિનિધિ સભામાંથી એકવા માંગણી ઊઠી. ચાલોને આપણે કંઈક જાતે જ ભણીએ, માર્ગદર્શક શિક્ષકે એ માંગણીને ઊઠતાવેંત જ ઝીલી લીધી. અને તેના માટે પણ એક અઠવાડિયું ફાળવી અપાયું. આમાં તો આચાર્યશ્રીની સંપૂર્ણ સહમતિ જોઈએ. કારણ ટાઈમ-ટેબલ બંધ, વિષય શિક્ષકોનું આવવું-જાવું બંધ, લાયબ્રેરી સતત ખુલ્લી, લેબોરેટરી સતત ખુલ્લી-પિરિયડના ઘંટ તદ્દન બીનજરૂરી.

પરંતુ વિદ્યાલયના સદ્નસીબે આચાર્યાઓ ખરા અર્થમાં આચાર્યો જ મળ્યા છે. આવી વાત તો સહર્ષ સ્વીકારે અને વિદ્યાર્થીઓ માંગે તે વિષય પર તેમને કામ કરવા મળે-માંગે તે શિક્ષક મળે અને માંગે તે વસ્તુ મળે. પછી આચાર્યા તરીકે સર્વ શ્રી પૂ. સુબેન હોય, શ્રી લીલાબેન હોય કે શ્રી સરોજબેન હોય! ચારૂબેન અને ઊર્મિલાબેન તો પ્રણાલીઓને જાળવે અને વિકસાવે, એ ક્યાંથી ના પાડે?

       પ્રોજેક્ટ પદ્ધતિથી અભ્યાસ થાય.

       નાટ્યીકરણ પદ્ધતિથી અભ્યાસ થાય.

       સ્વાધ્યાય પદ્ધતિથી અભ્યાસ થાય.

       પ્રયોગ પદ્ધતિથી અભ્યાસ થાય.

       સર્વેક્ષણ પદ્ધતિથી અભ્યાસ થાય.

       બધાંને અંતે આર્ટસ તો બને જ, કારણ છેલ્લે દિવસે પ્રદર્શન તો હોય જ.

       આમાંથી વિદ્યાર્થીઓને કંઈ કેટલુંયે મળે કેમ કે,

       લાયબ્રેરીનો-સંદર્ભસાહિત્યનો ઉપયોગ.

       જૂથમાં કાર્ય કરવું-અન્યોની શક્તિને પીછાણવી અને તેને માન આપવું. એકબીજા પાસેથી શીખવું

       વ્યક્તિને સ્વ-પરિચય થવો.

       સવ-અભિવ્યક્તિ-(તેમાંથી મળી આવે છે સારા ગાયક, ચિત્રકાર, વક્તા, લેખક, હાસ્યકાર અને નેતા.)

       શું આ પ્રયોગ ફક્ત ૧૧ થી પ દરમ્યાન થતો હશે? નારે ના. આ તો ચોવીક કલાક ચાલતી પ્રક્રિયા બની રહે. માર્ગદર્શક શિક્ષક અને વિદ્યાર્થીઓ પોતપોતાનો જીવ રેડીને સતત કામ કરે ત્યારે બને.

હું પણ આ જ વિદ્યાલયની વિદ્યાર્થીની છું. મારા ગુરુવર્યોએ પણ મને સતત સ્વ-પરિચય અને સ્વ-અભિવ્ય્કતિની તક આપીને મારો વિકાસ કર્યો છે. ખૂબીઓ બધી એમની બેક્ષીલી છે. ખામીઓ બધી મારી પોતાની છે. એમનું ઋણ કેમ ફેડાય! ખબર નથી- પણ આ વિદ્યાલયને હું મારું પોતાનું ગણું તો પણ ઘણું.

ક્યારેક આવા સ્વઅધ્યયનના પ્રયોગમાંથી સમસ્યાત્મક બાળકો પણ મળી આવે છે. આંખ, કાનની તકલીફ હોય કે પછી નબળા મગજની ફરિયાદનું મૂળ પણ મળી આવે, તો વળી વર્તનની સમસ્યા પણ મળી આવે. યથાયોગ્ય માર્ગદર્શન માટે સારી અનુકૂળતા સર્જાય છે.

(૪)    વિદ્યાર્થીનીઓની આંતરિક શક્તિઓને પડકારૂપ પ્રવૃત્તિઓઃ

પડકારની તો વાત-આ પરીક્ષાકેન્દ્રી જમાનો પડકાર ઝીલી લેવાનો બહુ રહ્યો નથી. છતાં વિદ્યાર્થીઓને ઓળખવા, સમજવા, તેમની સૂતેલી શક્તિઓને જગાડીને તેમને સભાન કરવા માટે, તથા તેમના બધા જ તારૂણ્યના, યુવાનીના આવેગોનું ઊર્ધ્વીકરણ કરવા માટે દર વરસે નિયમિતપણે કેટલીક સ્પર્ધાઓનું આયોજન થાય. જેમાં-

(૧)     ગાયન, વાદન, નર્તન અને નાટ્ય ને લગતી સ્પર્ધાઓ.

(૨)     લેખન, વાચન, વક્તૃત્વને લગતી સ્પર્ધાઓ.

(૩)     હસ્તકલા, ચિત્રકલા, સુશોભનને લગતી સ્પર્ધા.

(૪)    સિલાઈ તથા ભરતકામને લગતી સ્પર્ધા.

(૫)    વાનગીઓ અને તેનાં સુશોભનને લગતી સ્પર્ધા.

રમતોત્સવ-જેનો પાયો પૂ.સુમતિબહેને નાંખેલો છે અને તેને બધા જ રમત-શિક્ષકો વિકસાવતા જ રહ્યા છે. આજે તો વિદ્યાર્થીઓની નેશનલ લેવલ સુધી રમવા જાય છે અને કેટલાયે ઈનામો જીતે છે. તેની તવારીખમાં ઉલ્લેખ છે.

રમત-ગમત સ્પર્ધાઓઃ

       જીમ્નેસ્ટીક

       એથલેટીક્સ

       રીલે રેસ

       કેલેસ્થેનિક્સ

ગ્રામ્યબાળાઓને ખાસ ધ્યાનમાં રાખીને કેટલીક સ્પર્ધા

       બેડાં દોડ સ્પર્ધા

       મગફળી ફોલ

હજુ સુધી આવી સ્પર્ધાઓથી વિદ્યાલયનું વાતાવરણ ક્યારેય નથી બગડ્યું. ન્યાયી નીર્ણાયકો અને નિર્ણાયકોના નિર્ણયને શિરોમાન્ય ગણતી વિદ્યાર્થીનીઓ, એ વિદાલયની સ્વયંશિસ્તનો પરિપાક છે. પણ ભાગ લેનારાં બાળકો અને જીત મેળવનારાં બાળકોમાં આત્મવિશ્વાસ પ્રગટે છે, તે જ બહુ મૂલ્યવાન છે. અને સાચું પૂછો તો શિક્ષકો પણ આવા બધા કાર્યક્રમોને લઈને તો પોતાના વિદ્યાર્થીઓને ઓળખે છે-૬૦-૬પના હાઈસ્કૂલના વર્ગો અને ૭૦-૭પના હાયર સેકન્ડરીના વર્ગો!! શિક્ષક ઓળખે તો કઈ રીતે ઓળખે? એને પણ મર્યાદા હોય ને?

(પ)    પ્રકૃતિપ્રદર્શન, ઉજાણી, પર્યટન, પ્રવાસઃ

પક્ષીદર્શનઃ શિયાળામાં લાલપરી તળાવ કે ડેમના સવોરમાં ફલેમીંગો, પેલીકન કે વિધ વિધ પ્રકારની બતકો તરતી હોય ત્યારે અમારાં નાનકડાં સોનલબેનનું હૈયું હાથ રહે! એ તો વિદ્યાર્થીઓને પક્ષીઓ જોવાની ખાસ્સી તાલીમ આપીને ઉપાડે લાલપરી-પછી તો વિદ્યાર્થીનીઓને તેનો ચસ્કો લાગે અને વિદ્યાલયમાં રહેતાં, આવતાં બધાં જ પક્ષીઓને કાઢે-પક્ષીદર્શનની ચોપડીઓ વાપરતાં શીખે.

આકાશદર્શનઃ વિદ્યાર્થીનીઓને રાત્રે બોલાવવા, ટેલિસ્કોપ ગોઠવવા, અગાસીમાં માઈક ગોઠવવા અને વિદ્યાર્થીઓને આખી રાત જગાડીને પશ્ચિમે આથમતા તારામંડળો, નક્ષત્રો, રાશિઓએ ગ્રહોનું દર્શન કરાવતાં કરાવતાં પૂર્વમાં ઊગતા જતાં તારામંડળો બતાવવા અને પૃથ્વી ફરે છે, સમગ્ર બ્રહ્માંડ ફરે છે, વિકસતું જાય છે. નિહારિકાઓમાંથી તારાઓ ફૂટતા જાય છે. અને આપણો સૂર્ય એક સામાન્ય તારો છે. એ વાત જાણવી, સમજવી, ગળે ઉતારવી-બધું રહસ્યમય લાગે. આવા કાર્યક્રમો વિદ્યાલયને તેના ભૂતપૂર્વ શિક્ષકો પૂ.મંગળાબેન જોશી, ઊર્મિબેન ઘીયા તરફથી વારસામાં મળ્યા છે અને સોનલ સુધી પ્રસર્યા છે. આવા કાર્યક્રમ પછીનો "રોજે ચાલે બહેન ઉત્તરદિશામાં એક ધ્રુવની બાજુમાં તારો છે. જોતે...આવા રંગનો...બહેન એનું નામ શું?..."

કોઈવાર બહેને હારીને કહેવું પડે કે, "બધા તારાને કંઈ નામ ન હોય અને હોય તો બહેનને બધાની ખબર ન હોય. હવે તમારે બધું શોધી કાઢવાનું. વાંચો બ્રહ્માંડદર્શન, ગગનને ગોખે, ધ સ્ટાર્સ"

પ્રકૃતિ શિબિરઃ ગીર ફાઉન્ડેશન દ્વારા થતી પ્રકૃતિ શિબિરમાં તથા વર્લ્ડ વાઈલ્ડ ફંડ દ્વારા થતી દરિયાઈ પ્રકૃતિ શિબિરોમાં પણ જવા વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તલપાપડ રહે. ક્યારેક ચાન્સ ન મળે તો દુઃખી પણ બહુ થાય.

ઉજાણી - પર્યટનઃ ધો.૧૦ અને ૧ર ના વિદ્યાર્થીનીઓ શાળા છોડી હવે જવાના, માટે દર વરસે તેઓ ૧ દિવસ કે બે દિવસના નાના-આજુબાજુના પ્રવાસ કરે અને મૈત્રી માણે અને ખૂબ આનંદ કરે.

પ્રવાસોઃ બાળકોને પ્રવાસમાં લઈ જઈ પ્રત્યક્ષ શિક્ષણ આપવું. તે વિદાલયનો શિરસ્તો છે. ગુજરાતમાં-કચ્છ, સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને આબુ. દક્ષિણ ગુજરાત અને સાપુતારા. ગુજરાતની પડોશમાં-રાજસ્થાન, અજંટા-ઈલોરા, દૂર ભારતમાં-ઉતર ભારત, કાશ્મીર, પાસપોર્ટ સાથે-નેપાળ.

શરૂઆતના ત્રીસેક વરસ તો એવા રહ્યા જેમાં એક વરસે મોટો શરદોત્સવ કરવો અને બીજે વરસે જુદા જુદા અને કપ્રવાસ કરવા. નાનાં બાળકો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ-ચાર દિવસ જાય. આઠમાથી દસમા ધોરણના વિદ્યાર્થીઓ એક અઠવાડિયાના આબુ, સાપુતારાના પ્રવાસે જાય અને હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓ અઅંટા-ઈલોરા કે રાજસ્થાનના પ્રવાસે જાય.

આવા એક સૌરાષ્ટ્રના પ્રવાસે જ મને વિદાલયમાં આવવા આકર્ષેલી. પૂ.સુશીલાબેનનો મધુર કંઠ પહેલી વાર ત્યારે જ સાંભળસેલો અને બાળકો સાથે પ્રમથી વાતો કરતાં પૂ.સુમતિબેનને પ્રથમ ત્યારે જ જિહાળ્યા, જૂનાગઢની ગ્રામોદ્યોગ વાડીમાં આ પ્રવાસીઓને ઉતારો આપેલો. જયાં મારું ઘર હતું. ત્રણ વરસ પછી મને દસમું વરસ બેસવાનું હતું અને દસમે વરસે મારા પૂ.બાને રડતાં મૂકીને પણ હું વિદ્યાલયમાં ભણવા આવતી રહી અને આવીને જોયું તો અહીં તો સુશીલાબેન, સુમતિબેન જેવા જ શિક્ષકોનો ખજાનો ભર્યો પડ્યો હતો.

પ્રવાસને યાદ કરીએ અને પૂ.સરલાબેનને ભૂલી જઈએ તો તો સાવ જ નગુણા ગણાઈએ. આખી શાળાના પ્રવાસોનું આયોજન કરે, બધે જ પત્રો લખે, બધી જ વ્યવસ્થા કરે અને એકાદ પ્રવાસમાં સાથે જાય. દુઃખતા પગે છેક નેપાળ સુધી સાથે આવેલા.

તો અમારા જમાનાના વિદ્યાર્થીઓના પ્રિય આદર્શ એવા ઈન્દુબેન સંઘાણી અને ઊર્મિબેન ઘીઆએ મોટા પ્રવાસના બીજ રોપ્યા. શ્રી અમુભાઈ આડતિયાને પણ તેમણે પ્રથમ વાર જ શાળા પ્રવાસમાં સાથે ભોજન વ્યવસ્થા અર્થે લીધા અને સમગ્ર ઉતર ભારતનો પ્રવાસ કરાવ્યો. પછી તો ડાઈનીંગ કાર સાથે લાંબા પ્રવાસો સહજ બનેલા.

પ્રવાસ તો માણસને કેટલું પ્રત્યક્ષ જ્ઞાન આપે તેની કોઈ સીમા નથી. કહેવાય છે ને જીવ્યા કરતાં જોયું ભલું.દરેક પ્રવાસમાં-પહાડો, નદી, સરોવરો અને સમુદ્રકિનારો આવે-વળી શૈક્ષણિક સંસ્થાઓ, મંદિરો, વિકાસકાર્યો, બહુ હેતુક યોજનાઓ, મોટા કારખાનાઓ વગેરેનો સમાવેશ થાય.

પ્રવાસને શિક્ષણમાં બહુ મોટી જરૂરિયાત ગણતું અમારું વિદ્યાલય પણ છેલ્લા દેસેક વરસથી એક મોટો પ્રવાસ કરાવી શક્યું નથી. તેના ઘણાં કારણો છે-

       પ્રવાસો ખૂબ ખર્ચાળ બન્યા.

       દરેક સ્થળે માણસોની સખત ભીડ.

       પ્રવાસ કરતા ટ્યુશન પાછળ કરતા ખર્ચને વાલીઓ દ્વારા વધારે મહત્ત્વ.

       રોજ ઊઠીને થતા અકસ્માતો શિક્ષકને પ્રવાસની જવાબદારી લેતા રોકે.

(૬)     કલાદૃષ્ટિને કેળવણીઃ

       પ્રાર્થના સભાખંડને રોજ રંગોળી, અગરબત્તી, ધૂપથી સજાવવો.

       સુંદર ઢાળવાળા ભજનો તૈયાર કરવા, સૂર, તાલને મધુર કંઠનો સાથ આપવો.

       પ્રાર્થના પછી મનનીય વાચનસામગ્રી શોધવી અને હૃદયસ્પર્શી સુવાચન કરવું. આ વિદ્યાર્થીનીમંડળની રોજની જવાબદારી બની રહે છે.

તો ખાસ કાર્યક્રમ શાળાને સજાવવી તે શિક્ષક-વિદ્યાર્થી બન્ને પક્ષે આગવી સૂઝ માંગી લે છે.

મને યાદ છે ત્યારે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ-રાજેન્દ્રપ્રસાદ વિદાલયમાં આવવાના હતા. તેમની સાથે તો બીજો પણ મોટો રસાલો હતો. અહીં ભોજન પણ લેવાના હતા. પૂ.સુખેનથી માંડીને આખો તે જમાનાનો સ્ટાફ કામે લાગે. બધાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, એક એક જગ્યાને સુંદર રીતે સમજાવવામાં આવે. દરવાજા, કમાનો, પ્રાર્થનાખંડના પગથિયાં, પીલર્સ, પ્રાર્થનાખંડ, ભોજનખંડ, અરે સમગ્ર વાતાવરણ અમારા હૈયા સહિત બધું જ બધું.. તમને ખબર છે થાળીમાં દરેક વસ્તુ ક્યાં પીરસવી તેની પણ નખશીખ તાલીમ અપાય. કોઈ ફાઈવસ્ર હોટેલના પીરસણીઆઓમાં પણ એટલી કલાત્મક્તા નહીં હોય. ભારીય બેઠક-પાટલે પાટલે રંગોળી વગેરે ઘણું. અને રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ.

ખાસ તો આ સજાવટની જે કક્ષા છેલ્લા પચાસ વરસથી એકધારી રીતે ઘણી જ ઉચ્ચ રહી છે. તે જ વિદ્યાર્થીનીઓને કલાના બધા જ સિદ્ધાંતો શીખવી જાય. ઉચ્ચ કલાદૃષ્ટિ પૂરી પાડી જાય અને વિદ્યાલયમાં બે-પાંચ વરસ ભણો ત્યાં તો તમારે આવા અનેક અનુભવોમાંથી પસાર થવું જ પડે.

(૭)    શિસ્તને લગતા કાર્યક્રમોઃ

પૂ.ઢેબરભાઈ, પૂ.ભક્તિબા અને પૂ.સુબેનનો આ સંસ્થામાં પૂણ્ય પ્રતાપ છે ત્યાં સુધી અશિસ્તના પ્રશ્નો બહુ સામાન્ય નથી, વળી સતત પ્રવૃત્તિમાં  રહેતું બાળક અજંપો પણ અનુભવતું નથી.

છતાં વિદ્યાર્થીમંડળ કેટલુંક સંભાળે. શાળામાં મોડા પડતા વિદ્યાર્થીઓના લીસ્ટ કરીને લાગતાવળગતા શિક્ષકોને સોંપવા, સ્વચ્છતા, વાહનોની ગોઠવણી, યુનિફોર્મની વ્યવસ્થિતતા. જોકે શનિવારની કસરત સિવાય બૂટ-મોજાનો આ ગરમ પ્રદેશમાં ગાંડો આગ્રહ નહીં જ.

ક્યારેક પરીક્ષા વખતે સુપરવાઈઝરની જરૂર જ નહીં પડે. સુપરવાઈઝર વગર પરીક્ષાએવો પ્રોજેક્ટ હાથ પર લઈ તેને ટકાવવા મહેનત કરેલી પણ મોટી સફળતા મળી છે તેમ ન કહેવાય.

(૮)     કાયમી અને અનિવાર્ય કાર્યક્રમોઃ

વિદ્યાર્થીમંડળ માટે દર મહિને બે તાસ ફાળવેલા છે. પરંતુ બેના બદલે ચાર તાસ આપવાની ઉદારતા આચાર્યાશ્રીઓ કરે જ અને જુદા જુદા વર્ગોનો મનોરંગન કાર્યક્રમ થાય. આમ, ગીતના શબ્દોનો સંગીતની સૂર મિલાવટનો-નાટકના વિષયવસ્તુનો એકશનનો વગેરેનો ખ્યાલ રાખવામાં આવે. વિદ્યાર્થીનીમંડના માર્ગદર્શક શિક્ષકે નાની નાની બાબતના જાગૃત ચોકીદારનું કામ પણ કરવું પડે. બાળકોની ઉંમરને-ભારીય સંસ્કૃતિને અને પર્યાવરણમાં શોભે એવું જ ભજવાય. બજારૂ કેસેટથી બહેકાવનારી ધૂનોવાળું સંગીત વગેરે ન ચલાવી લેવાય. બ્રેકડાન્સ જેવી કોઈ એકશન પણ ન જ હોય. જોકે બાળકો પણ વાતાવરણની અસર એટલો હોય છે કે લગભગ તેઓ આવું પસંદ નથી કરી લેતા. પણ છતાંયે જોવું તો રહ્યું જ. ટેલિવિઝન યુગમાં શાળાઓ કરતાં ટેલિવિઝન શિક્ષણ જ વધારે અસરકારક બની જતું હોય છે.

બીજો ખાસ કાર્યક્રમ તે ઈનામ વિતરણ સમારંભ. બધાં બાળકો આતુરતાથી તેની રાહ જોતાં હોય. શરૂઆતના વરસોમાં ઈનામ આપવા અંગે બહુ મતભેદ પ્રવર્તતો હતો અને ઘણાં વરસો સુધી આવી કોઈ પ્રથા નહોતી. ખરેખર એ બહુ સારી પ્રથા હતી. પરંતુ જયારથી યુનિવર્સીટીઓમાં વિવિધ પ્રકારના ર્સિટફિકેટ્સ માંગવાનું ચાલું થયું, પછી આ સંસ્થાના બાળકોને આપણાં આદર્શને ખાતર નુકશાન ન થાય એવું વિચારી ઈનામો અને ર્સિટફિકેટ્સ આપવાનું નક્કી થયું. ધીમે ધીમે તેમાં વિવિધ પ્રકારના ચંદ્રકો ઉમેરાતા ગયા અને સમારંભની શોભામાં અભિવૃદ્ધિ થતી રહી.

ધોરણ પ, , ૭ થી માંડીને હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી બધા જ વર્ગના વિદ્યાર્થીઓને પોતપોતાના ધોરણના પ્રથમ પાંચ નંબર મેળવનારને ર્સિટફિકેટ અને ઈનામરૂપે પુસ્તકો આપવામાં આવે. પુસ્તકો હંમેશાં વિદ્યાર્થીઓનો નૈતિક, આત્મિક વિકાસ કરે તેવા છતાં રસિક હોય-

શાળામાં વર્ષ દરમ્યાન થતી વ્યક્તિગત સ્પર્ધાઓ માટે સર્ટીફીકેટ અપાય.

(૧)     સુભદ્રાબેન ચી. શ્રોફ, ગુણવત્તા ચંદ્રક વિદાલય.

(ર)     સુભદ્રાબેન ચી. શ્રોફ, ગુણવત્તા ચંદ્રક છાત્રાલય.

આ બન્ને ચંદ્રકો માટે પસંદગી કરવા માટે ચોક્કસ ધોરણો નક્કી થયા છે અને ચોક્કસ કમિટીની પણ રચના કરવામાં આવે છે. ઉપરના બન્ને ચંદ્રકો મંડળના મા.ટ્રસ્ટી શ્રી બલ્લુભાઈ ર. દેસાઈના સૌજન્યથી અપાય છે.

(૩)     સુમતિબેન પ્રા. વૈદ્ય, ખેલકૂદ ચંદ્રક-૧

(૪)    સુમતિબેન પ્રા. વૈદ્ય, ખેલકૂદ ચંદ્રક-ર

આ બન્ને ચંદ્રકો માટે પણ ચોક્કસ ધોરણો નક્કી થયા છે અને તે પ્રમાણે તેને ગુણ આપવામાં આવે છે. નંબર-૩ અને ૪ના ચંદ્રકો પૂ.રમાબેન તથા પૂ.મનુભાઈ બક્ષીના સૌજન્યથી આપવામાં આવે છે.

(પ)    સરલાબેન શી. પટેલ, ગુણવત્તા ચંદ્રક-૧ છાત્રાલય(રોકડમાં)

(૬)     સરલાબેન શી. પટેલ, ગુણવત્તા ચંદ્રક-ર છાત્રાલય.

આ મંડળના છાત્રાલયમાં જેમનું સૌથી મોટું અને અગત્યનું પ્રદાન છે તેવાં સ્વ.પૂ.શ્રી સરલાબેન નામનો આ ચંદ્રક પૂ.નિર્મળાબેન વકીલના સૌજન્યથી આપવામાં આવે છે.

(૭)    શ્રીમતી શારદાબેન બી. દેસાઈ-એસ.એસ.સી.માં શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીની માટે છે.

(૮)     શ્રીમતી શારદાબેન બી. દેસાઈ-ધો.૧ર, ગૃહ વિજ્ઞાનમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીની માટે છે.

૭ અને ૮ નંબરના ચંદ્રકો મંડળના માનનીય ટ્રસ્ટી શ્રી બલ્લુભાઈ ર. દેસાઈના સૌજન્યથી અપાય છે.

(૯)     જે તે સાલમાં જે વિદ્યાર્થીનીને સોથી વધારે ઈનામો મળ્યા હોય તેને ટ્રસ્ટીશ્રી પ્રાણભાઈ જોશીના સૌજન્યથી કમળાબેન પ્રા.જોશી (ચેમ્પીયનશીપ) ઈનામ રોકડમાં એનાયત થાય છે.

(૧૦)   શ્રીમતી ગીતાબેન હ. કોટક ઈનામ બાલ અધ્યાપન મંદિરના બહેનોને રોકડમાં અપાય છે.

ઉપરના બધા જ ચંદ્રકો રજતના તથા એક સરખા માપ૪ વજન અને ડિઝાઇનના છે. ૧૯૯૫-૯૬ના વર્ષ માટે બીજા બે ચંદ્રકો ઉમેરાઈ રહ્યા છે તે છે.

(૧)     સ્મિતાબેન ન. અંજારિયા ચંદ્રક-કલાક્ષેત્રે સિદ્ધિ માટે.

(૨)     ગુલાબબેન અમુભાઈ રૂપાણી-૧રમાં વિજ્ઞાનમાં પ્રથમ માટે.

વિદ્યાર્થીનીઓના નંબર કાઢવા, પુસ્કતો પસંદ કરવા, દરેક ધોરણના વિદ્યાર્થીની કક્ષાના પુસ્તકો પસંદ કરવા, દરેક પુસ્કતમાં ઈનામ વિજેતાનું નામ લખવું. દરેક પસૂતકમાં સુંદર નાની નાની ડિઝાઈનો ચિત્રિત કરવી. તે બધાને વ્યવસ્થિત કાગળમાં લપેટવા, સમારંભ માટે અતિથિવિશેષ પસંદ કરી તેમને આમંત્રવા, સંસ્થાના વિવિધ વિભાગોને આમંત્રણ આપવું, ર્સિટફિકેટ્સ લખાવવાં. અરે ઈનામને પાત્ર થતી વ્યક્તિઓને આમંત્રણ આપવા.

આમ, લગભગ આઠ-દસ દિવસની સારી એવી જમહેમતને અંતે સમારંભ થાય. જોકે આ જહેમત ફક્ત વિદ્યાર્થીનીમંડળ જ ન ઉપાડે. સૌથી પહેલાં તો તેમાં ચિત્રશિક્ષકને લાભ આપે પછી તે મુરબ્બી શ્રી કોટકસાહેબ હોય કે અત્યારના વિજયભાઈ હોય. સુંદર મરોડદાર અક્ષરે ર્સિટફિકેટ લખવા તે એમનું કામ. તો શ્રી વેકરીઆભાઈ, હર્ષદાબેન છાયાનો પણ ઘણો લાભ મળે.

શાળામાં શિક્ષિકા તરીકે પ્રવેશ પામ્યા ત્યારથી જ શ્રી સોનલબેન શાહ હાઈસ્કૂલના વિદ્યાર્થીનીમંડળના માર્ગદર્શક છે. સમારંભના સ્થળની સુંદર સજાવટ હોમ સાયન્સના શિક્ષક-વિદ્યાર્થીઓ તથા આર્ટસના ઉદ્યોગ શિક્ષક કુંદનબેન અને વિદ્યાર્થીઓ માટે લે અને મધુર સંગીતની જવાબદારી શ્રી હર્ષદાબેન અને સંગીતગ્રુપ ઉપાડી લે. સૌ પોતાના સોંપેલ કામ કરે.

વિદાય સમારંભઃ આ સમારંભનાં ત્રણ પાસાં છે. પાર્ટી, સાંસ્કૃતિક અની દીક્ષાંત પ્રવચન.

આ કાર્યક્રમ અંગેની મિટિંગો ખાનગી થાય. તેમાં ધો.૧૦ અને ૧રના પ્રતિનિધિઓને બોલાવવામાં ન આવે અને કાર્યક્રમનું આયોજન થાય.

પાર્ટીઃ ગવર્નમેન્ટ માનય આઠ આના અ ને હવે રૂ.૧ લેખે દર વ્યક્તિદીઠ સમગ્ર શાળા તથા દરેક વિભાગના સ્ટફને સાદી અને સસ્તી વાનગી અપાય. અલબત્ત, ધો.૧૧ના વિદ્યાર્થીઓ તથા ઘણાં મદદગાર શિક્ષકો થઈને ઘણું જાતે બનાવે.

વિદ્યાલયના વચલા મેદાનમાં બધા જ વર્ગો બેસી શકે અને છતાં અલંકૃત લાગે તેવી ડિઝાઈનો થાય. ધો.૧૦, ૧ર તથા શિક્ષકોને માટે આગવી જોગવાઈ હોય તેની આજુબાજુ આઠ-નવ અને અગિયાર  ધોરણના વિદ્યાર્થીઓ વિવિધ આકારોમાં ગોઠવાય, સાડી કે, પંજાબી ડ્રેસમાં સજજ પીરસણ ટુકડી રેલાતા સ ંગીતના સૂરો સાથે તાલ મીલાવી પીરસતી હોય, પછી શ્લોક અને સ્વાહા!!

પાર્ટી વખતે જ પોતાના કાર્યક્રમને અનુરૂપ વસ્ત્રાલંકારો પહેરીને ગોઠવાયેલા વિદ્યાર્થીઓ સ્ટેજ પર જઈ એક એક આઈટેમ રજૂ કરે. એકાદ કલાક સરસ કાર્યક્રમ પછી દીક્ષાંત પ્રવચન.

આ પ્રવચન માટે બહારના કોઈ મહેમાન વક્તાને બોલાવવાની પરંપરા નથી. તે પ્રવચન અમારા પૂ.શ્રી સુબેન જ આપે. પછીથી શ્રી લીલાબેન-સરોજબેન પણ શુભેચ્છા પાઠવે. જે જીવન જીવવાનું એક અમૂલ્ય ભાથું પૂરું પાડે. હૈયાધારણ આપે. "ક્યારેય કોઈ પણ મુશ્કેલીમાં વિદ્યાલયને યાદ કરજો.  અમને યાદ કરજો. અહીં આવજો-મળજો. તમારી મુશ્કેલી જણાવો. પરંતુ એક ખરાબ પગલું નહીં ભરતાં."

કેવી લાગણી! હૃદયનો કેવો ઊંડો પ્રેમ! અને આ ફક્ત શબ્દોની ધરપત નથી. આવું કરી બતાવ્યું છે.

છેલ્લે સંગીત ગ્રુપના આર્દ્ર-મધુર કંઠેથી વહે-

(૯)     લેખનપ્રવૃત્તિઃ

શાળા માટે આ કાર્ય બહુ સહજ અને સરળ છે. તારુણ્યમાંથી પસાર થતા અને યૌવનને ઉંબરે આવી ઊભેલા આ વિદ્યાર્થીનીઓ માટે હિન્દી-ગુજરાતીના પ્રોજેકટ સ્વરૂપે-સ્વ-રચિત કાવ્યો પ્રગટે છે. તો તેમજ ઉદ્ભવે છે. નાની નવલિકાઓ, કટાક્ષ લેખો વગેરે.

હસ્તલિખિત અંકોઃ વિવિધ પ્રોજેક્ટસ દ્વારા તૈયાર થતું સાહિત્ય કોઈને કોઈ વ્યક્તિવિશેષની જન્મ જયંતિ કે સંવત્સરીના અનુસંધાને-વૈજ્ઞાનિકો, કવિઓ, લેખકો વગેરે વિશે કે ને.

પંડિત જવાહરલાલ નહે=ના નિધન વખતે એક જવાહરલાલ નહેરુ અંક બન્યો. ગામડાંના સર્વક્ષણ પરથી પાછા આવ્યા પછી ગ્રામ્યજીવન-એક સર્વેક્ષણ અંક બન્યો. તો ઉતર ભારતના પ્રવાસેથી પાછા ફરીને પ્રવાસની મોજમાં અંક બન્યો. ગાંધી શતાબ્દિ વખતે ગાંધીજીના જીવનના એક એક પાસા અને તેના રચનાત્મક કાર્યો પર દરેક વર્ગે એક એક અંક બનાવ્યો. આમ આ અંકો પ્રસંગે પ્રસંગી બનતા રહેતા હોય છે. તેમાંથી સુંદર મરોડદાર અક્ષર વિકસે - પાને પાને અલંકૃતતા લાવવી, સુંદર અને નવિન હેડીંગ બનાવવા, મુખપૃષ્ઠ બનાવવા વગેરે. શિક્ષક-વિદ્યાર્થીનીઓ પાસે ઘણી કલાની અપેક્ષા રાખે છે. કંઈકએક હસ્તલિખિત મેગેઝીન. બે-ત્રણ વરસ ચાલેલું આ વિદ્યાર્થીનીમંડળ દ્વારા ચાલતું માસિક હતું. આ બહુ અદ્ભૂત કાર્ય હતું. વિદ્યાર્થીનીઓની સર્જનાત્મક્તાને લલકારતું અને પ્રેરતું, પોષતું અને વિદ્યાર્થીનીઓના અવાજને વાચા આપતું માસિક હતું.

તેના માટેનું સાહિત્ય મેળવવું, બધું આવ્ય તેને વ્યવસ્થિત ક્રમ આપી ગોઠવવુું, સંપાદકીય લેખ લખવો, સુંદર-આકર્ષક મુખપૃષ્ઠ તૈયાર થાય. કાર્યનિષ્ઠ-હોંશિયાર મંત્રી, ઉપમંત્રી, પ્રતિનિધિઓ બધાની તેમાં જરૂર પડે. વળી, આચાર્યને પણ આ કાર્યમાં સતત રસ રહવો જોઈએ.

ઘણી કોપીને કારણે પણ આ કાૃય બંધ કરવું પડ્યું છે. હવે જો કોપીનો પ્રશ્ન બીજી રીતે હલ થતો હશે તો કંઈકમાસિકની ખૂબ અગત્ય છે એ ફરી ચાલુ કરી શકાશે.

(૧૦)   સર્વેક્ષણઃ

વિવિધ વિષયના ભાગરૂપ કે કોઈ સ્પશ્યલ કાર્યક્રમના ભાગરૂપે અથવા કોઈ રીપોર્ટની જરૂરિયાત માટે, હસ્તલિખિત અંક માટે, તો પ્રોજેકટમાં માહિતી એકત્રીકરણ માટે સર્વેક્ષણ ચાલ્યા જ કરતા હોય છે. જરૂરિયાત પ્રમાણે પ્રશ્નોત્તરી બનાવવી, મુલાકાત લેવી, પ્રશ્નોત્તરી ભરાવવી, જાત નિરિક્ષણ કરી નોંધ તૈયાર કવી અને પ્રશ્નોત્તરીનું પૃથક્કરણ કરી અહેવાલ તૈયાર કરવો. આ બધાં મુશ્કેલ કાર્યો શિક્ષકવિદ્યાર્થીઓ સાથે કરતાં જ રહેતા હોય છે. દુષ્કાળ વખતે ગામડાંના સર્વે, એન.એસ.એસ.ના કેમ્પ પહેલા એક દિવસનો કેમ્પ કરી ગામડાંનો સર્વે-હોમ સાયન્સના અનુસંધાને ઉદ્યોગ સાહસિકોના સર્વે, કારખાનાઓ અંગે તેના કામદારોના તો વિદાર્થીઓના ર્આિથક, સામાજિક સ્તરનો અભ્યાસ કરવા માટે - બાલમંદિરના વાલીઓનો સર્વે, તેમના બાળકોની માહિતી મેળવવા માટે હોમ સાયન્સના વિદ્યાર્થીઓ કરે. આમ, સર્વેક્ષણનો દોર સતત ચાલતો જ રહે છે.

(૧૧)    સમાજને મદદરૂપ થવું -

જ્યારે જ્યારે દેશને કુદરતી કે રાજકીય આફતે ભરડો લીધો છે ત્યારે ત્યારે તે વખતના વિદ્યાર્થીનીબહેનોએ કામ કરી પૈસા એકત્ર કર્યા છે. હસ્ત-કલા કારીગરીના નમૂનાઓ બનાવીને, પેઈન્ટીંગ્સ બનાવીને, ખાદ્યસામગ્રી બનાવીને, ખાદી વેચાણ કીરને, પૈસા મેળવ્યા છે અને કપડાં ભેગા કરવા, અનાજ એકત્ર કરવું, ફૂડ પેકેટ્સ તૈયાર કરીને જે તે સ્થળે પહોંચાડવા અથવા રામકૃષ્ણ આશ્રમ જેવા ચોક્કસ સ્થળે મોકલવા કે જેથી કરીને અસર કરતાં જગ્યાએ પહોંચેજ.

તવારીખમાં આનું લીસ્ટ આપેલ છે. મદદ તો બહુ નાની હોય છે. પરંતુ બાળકોને સંવેદનશીલ નાગરિક બનાવવા માટે આ શિક્ષણ ખૂબ જરૂરી છે. તેઓ સમજે અમે સમાજનું એક અવિભાજય અંગ છીએ અને દેશ અને સમાજને આપણે મદદ કરવી જ જોઈએ. આ વખતે બાળકોનો ઉત્સાહ પણ અનેરો હોય છે. તેઓ પણ ભાવુક્તાથી ભીંજાતા હોય છે.

(૧ર)   ઉત્પાદક શ્રમ કાર્યઃ

પોતાની શાળાને પોતે સ્વચ્છ રાખે, છાત્રાલયના ટુકડીના બધા જ કાર્યો કરે-પાણી ભરવું, રોટલી વણવી, શાક સમારવું કે અથાણા-મસાલા બનાવવા...ઉપરાંત કેમિકલ ટેકનોલોજીના જ્ઞાનનો ઉપયોગ કરી સાબુ, બામ, તેલ, ક્રમી, ડીટરજન્ટ પાવડર, મીણબત્તી વગેરે બનાવવા કે બેકરીમાં કામ કરી બ્રેડ, બિસ્કિટ, નાનખટાઈ વગેરે બનાવવાની પ્રત્યક્ષ તાલીમ મેળવવી. આ બધાં ઉત્પાદક શ્રમકાર્યો રોજિંદા છે.

(૧૩)    સમયાંતરે થતા મોટા ઉત્સવોઃ

૧૯૪૬માં વિદ્યાલય રાષ્ટ્રીય શાળામાં શરૂ થયું. સંસ્થાના વિદ્યાર્થીનીઓની સંખ્યા માંડ પચાસની હતી ત્યારે જ શરદોત્સવની શરૂઆત થઈ. આજથી પચાસ વરસ પહેલાં સૌરાષ્ટ્રના ગામડાંની બહેનોએ સ્ટેજ પર શાસ્ત્રીય નૃત્ય, સંગીતથી મઢેલ નૃત્ય નાટિકા સહિત-રાસ-ગરબા, લોકનૃત્ય, સંવાદ-ગીતનાટિકાવગેરે કરીને રાજકોટની જનતામાં વિદ્યાલયની જ ચર્ચા ઊભી કરેલી. જાતે ડ્રેસ બનાવવા, જાતે અલંકારો બનાવવા, મહોરા બનાવવા, વિષયને અનુરૂપ પડદા તૈયાર કરવા, સ્ટેજ પરની બીજી બધી જ સજાવટ અહીં જાતે જ કરવાનો રિવાજ - બને તેટલું ઓછું ખર્ચ, બધો ભપકો કાગળ-પૂંઠા, જરી વગેરેથી ઊભો કરવાનો.

અરે તમે જુઓ અમારાં મુગટ સોના-ચાંદીના અને રત્નો મઢેલા જ હોય છે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમ એટલે સંસ્કૃતિનું ઊર્ધ્વગમન કરે તેવો જ હોય એવો આગ્રહ સદાયે રહ્યો છે "આપણાં સ્ટેજ પર આ ન શોભે." "આપણાં સ્ટેજને શોભે એવું કરો." આવી સમજણ વિદ્યાર્થીઓને સતત મળતી રહે, પ્રાર્થનાગીત, રાસ-ગરબાના ગી, લોકનૃત્યોના ગીતો વગેરે સાહિત્યની ઉત્તમ કૃતિમાં ગણાનાપાત્ર હોવું ઘટે. જે તે મળી આવે તે ન ચાલે. વળી, તેના રાગ બેસાડવા માટે પણ આગ્રહ - પ્રાર્થનાને અનુરૂપ રાગ. તો રાસ-ગરબાના ઢાળ તેને અનુરૂપ-લોકનૃત્ય માટે જે તે પ્રદેશની વિશેષતાને ખ્યાલમાં રાખી બને ત્યાં સુધી મૂળ રાગને ધ્યાનમાં રાખવામાં આવે તો નર્તન માટે એવું જ ધ્યાન રાખવામાં આવે. શરૂઆતમાં મીરાં નૃત્યનાટિકા, ચેલૈયો નૃત્ય-નાટિકા વગેરે કરાવતી વખતે સ્ટાફમાં જ એક મુરબ્બી લીનાબેન શેઠ હતાં. જેઓ મણીપુરી નૃત્યશૈલીના કલાકાર હતાં. તો પછીથી મળી ગયા એક શાંતિ નિકેતનમાં ગુરુદેવ ટાગોર પાસે રહી શિક્ષણ પામેલા કલાકા મુરબ્બી શ્રી ભાલચંદ્રભાઈ ભટ્ટ. તેઓ કથકલી નૃત્યશૈલીના સરસ કલાકાર છે. ૧૯પ૮થી તેમનો આજ પર્યત સાથ-સહકાર છે. પાછળ તવારીખમાં દર્શાવેલી પ્રત્યેક નૃત્યનાટિકાનું નૃત્ય દિગ્દર્શન, સ્ટેજ, પડદા, ડ્રેસીંગ, મેકઅપ વગેરે એમના જ માર્ગદર્શનને આભારી રહ્યું છે. ભરત નાટ્યમમાં તૈયાર થયેલ ઉર્વીશાને ભૂલીએ તો તો નગુણા જ ગણાઈએ, એટલી એની સેવા છે. તો સંગીતમાં શરૂઆતના વરસોમાં મુરબ્બી શ્રી વિજયાબેન ગાંધી, મુરબ્બી શ્રી અમુભાઈ દોશી, મુરબ્બી શ્રી પડગાંવકરસાહેબ વગેરેની સંગીતસાધનાનો લાભ મળ્યો છે. ત્યાં તો અમારા જ વિદ્યાલયના કાર્યકર શ્રી કલ્યાણભાઈ રાઠોડ કે જેમને ગળથૂથીમાં જ સંગીત મળ્યું છે. તેમણે વિદ્યાલયના દરેક કાર્યક્રમને સંગીતે મઢી દીધો છે. તેમનો સાથ પણ આજ પર્યત છે. તો સુરેશભાઈને કેમ ભૂલાય! અને અમારી જ વિદ્યાર્થીની કુ.અસ્મિતા જોશી તો કવિ, સંગીતકાર અને ગાયક બધું જ-જે કહો તે ગાય, વગાડે અને કમ્પોઝ કરે, તો મધુર કંઠની અહીં કદી ખોટ નથી પડી. પૂ.સુશીલાબેન વૈદ્ય આ સંસ્થાના આદ્ય સ્વયંસેવિકાબહેન ૧૯૪૬ થી ૧૯૮૦ સુધી એકધારો તેમનો અમારા પર કામણ કરનાર અમારા જ બે વિદ્યાર્થીનીબહેનો જયશ્રીબેન ગજજર અને ઉત્પલાબેન જાદવાણી. તથા આવા જ બીજા વિદ્યાર્થીનીઓ નીના દવે, પલ્લવી મહેતા, હર્ષદા છાયા તો હવે હાયર સેકન્ડરીના અંગ્રેજીના શિક્ષિકા છે. તેથી તેમનો કંઠનો લાભ પણ સતત છે.

આ ઉત્સવોનો મોટામાં મોટો એક અભિગમ તો એ જ ર હ્યો છે. વધારેમાં વધારે વિદ્યાર્થીઓને લાભ આપો. વ્ય્કતગત ભિન્નતાને ધ્યાનમાં રાખી પ્રત્યેક વિદ્યાર્થીનીને લાભ મળે છે. સ્ટેજ પર જનારા વિદ્યાર્થીઓ કરતાં નેપથ્યે કામ કરનારાનો કોઈ પાર નથી. કોઈક ડ્રેસ કલર, સ્ટાર્ચ અને ઈસ્ત્રીની જવાબદારી લે, તો કોઈક ડ્રેસને શણગારે, તો કોઈક ઘરેણા ઘડે, તો કોઈ ફૂલોની સજાવટો કરે, તો કોઈ સ્ટેજને શણગારે, તો કોઈ પડદા સીવે, સજાવે, મહેમાનો માટેના આમંત્રણ તૈયાર કરે, મોકલે. તો કાર્યક્રમને દિવસે સ્વયંસેવિકા બની મહેમાનોને સત્કારે અને યોગ્ય સ્થાન આપે. સમગ્ર સંસ્થાનો શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ કામે લાગે અને દરેકની સાથે ૩૦-૪૦ વિદ્યાર્થીનીઓ... કલ્પી શકો છો ને કેવું શૈક્ષણિક વાતાવરણ બનતું હશે. સાથું શિક્ષણ તો આવા સમયે જ થાય છે. વર્ગખંડોના અભ્યાસની સાથે જો આવું કંઈ ન હોય તો કેળવણી તો ન જ થાય.

સમયાંતરે થતા શૈક્ષણિક પ્રવાસોની વાત આ જ લેખમાં આગળ થઈ ગઈ.

(૧૪)   સમયાંતરે થતાં મોટા પ્રદર્શનોઃ

નાનાં નાનાં પ્રદર્શનો તો વર્ષમાં બે-ત્રણ થઈ જતા હોય અને તેમાં શાળા-પરિવાર સિવાય કોઈને આમંત્ર્યા પણ ન હોય. પ્રોજેક્ટ્ પદ્ધતિથી કરેલ અભ્યાસને અંતે, કોઈ સર્વેક્ષણને અંતે તૈયાર થયેલ ચાટ્ર્સનું કોઈ વિદ્યાર્થીઓના ચિત્રોના કે હસ્તકલાના વન મેન શોતો ગૃહવિજ્ઞાન પરવાહને લીધે તો પ્રદર્શનોને ચાર ચાંદ લાગી ગયા છે.

લેન્ડ સ્કેપીંગ-પુષ્પ સજાવટ, ડ્રાયફલાવર એરેન્જમેન્ટ, વોલપીસ, રંગોળી પ્રદર્શન, હોટેલ, હોસ્ટેલ, પોસ્ટિપલ, વિવિધ ફેક્ટરી કે વિવિધ રૂમ ડિઝાઈનના મોડેલના પ્રદર્શન હોય તો ઈન્ટીરીઅર ડિઝાઈનીંગના ચાટ્ર્સના પ્રદર્શન હોય. તો વળી ફળ, શાકભાજીની પરિરક્ષિત વાનગીઓના પ્રદર્શન અને વેચાણના પ્રદર્શનો હોય. તો વળી ક્યારેક પપેટ્સના શૈક્ષણિક-વિજ્ઞાનિક સાધનોના-જાતે બનાવેલી રમતોના. આમ પ્રદર્શનોની ગોઠવણી અને દર્શન ચાલ્યા જ કરે.

પરંતુ મોટાં પ્રદર્શનો એ આ સંસ્થાની આગવી વિશેષતા છે. તેમાં પણ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિવિધ રીતે ભાગ લે છે. ૧૦’-૧૦ના મોટા ફલક પર કામ થાય. વિદ્યાલયના આઠ બ્લોકના વરંડાને આવા ૧૦’-૧૦ના ર૪ ગાળા છે. જેમાં ફ્રેમ બનાવી ચાર્ટસને ગોઠવવામાં આવે છે. ખર્ચ અને મહેનતની દૃષ્ટિએ આની કિંમત ઘણી છે. ૧૯૪૮ માં ગાંધીજી અને તેમના સત્યાગ્રહો પર એક પ્રદર્શન થયું. ૧૯પ૭માં ૧૮પ૭ના બળવાની યાદી તાજી કરતું એક ભવ્ય પ્રદર્શન થયું. દરેક વરંડાના ૧૦૦ ચોરસ ફૂટના ચાટ્ર્સ ઉપરાંત આખાયે પ્રાર્થનાખંડને ઢાંકતો લાલ કિલ્લો ઊથો થયો. જાણે અંદરથી બહાદુરશા ઝફરનો અવાજ ન સંભળાતો હોય..."લગતા નહીં હૈ દિલ મેરા ઉજડે દયારે મેં..."

તો સ્ટેજ પર ઘોડેસ્વાર ઝાંસીની રાણીનું વુડ કટ આઉટ અન્યાય સામે લડતી લક્ષ્મીબાઈ, બધી કન્યાઓ માટે પ્રેરક બની રહ્યું.

પ્રદર્શન વખતે ચાટ્ર્સ સમજાવતાં સમજાવતાં તો આખો સ્વાતંત્ર્યનો ઈતિહાસ ભળી જવાય.

૧૯૬રમાં ચીને ભારત સામે યુદ્ધ કર્યું. "સંરક્ષણમાં ફંડમાં આપણો પણ ફાળો હોવો જોઈએ." એવું વિચારી ભવ્ય પ્રદર્શન થયું. જેમાં ચીનનો ઈતિહાસ પણ ઉલેચાયો. ત્યારે પ્રાર્થનાખંડને ઢાંકતો હિમાલય એવું વિચારી ભવ્ય પ્રદર્શન થયું. જેમાં ચીનનો ઈતિહાસ પણ ઉલેચાયો. ત્યારે પ્રાર્થનાખંડને ઢાંકતો હિમાલય બન્યો તો સ્ટેજ પર ભગવાન બુદ્ધનું વુડ કટ આઉટ મુકાયું. ૧૯૬૯ માં ગાંધી શતાબ્દીનું ભવ્ય પ્રદર્શન થયું.

અપંગ વર્ષ નિમિત્તે જનિન વિદાર્થી માંડી વિવિધ પ્રકારની ખામીઓનો દરેક વર્ગે અભ્યાસ કર્યો અને તેના ચાર્ટસ બન્યા. સ્ટેજ પર હેલન-કેલર અને તેમના ગુરુની પોર્ટરેટ બનાવતાં તેમને ઠીક ઠીક સમય લાગેલો. તેમની સાથે થોડા વિદ્યાર્થીઓ મદદનીશ તરીકે રહ્યાં.

૧૯૯રની સાલમાં ૧૯૪રની "કરેંગે યા મરેંગે" ચળવળની સુવર્ણ જયંતી નિમિત્તે પણ ભવ્ય પ્રદર્શન થયું. જેની વિગતો આ જ વિભાગમાં શ્રી સોનલબેન શાહના લેખથી જાણી શકાશે.

પ્રદર્શનમાં પણ વિવિધ રીતે સમગ્ર સ્ટાફ જોડાયેલો હોય, પરંતુ સૌૈથી વધારે ભાર ચિત્ર શિક્ષકને મસ્તક રહે-તેમની કલ્પના શક્તિ-કલા અંગેની વિશિષ્ટ સૂઝ-સમજ જ આવા પ્રદર્શનોને ભવ્યતા, કલાત્મકતા અને સુંદરતા બક્ષે છે. મુરબ્બી શ્રી હરગોવિંદભાઈ કોટક સીડી પર ઊભા ઊભા લાલ કિલ્લાના કાંગરાને રંગ કરતા હોય અને સાથે સાથે ચાર, આઠ વિદ્યાર્થીનીઓને પણ કલરનું માર્ગદર્શન આપતા હોય - તો શ્રી વિજયભાઈને ફાળે પણ બે મોટાં પ્રદર્શનોને સફળ બનાવવાનો ભાર આવ્યો છે અને હજુ પણ આવશે જ. રાત-દિવસની જહેમતને અંગે જ લગભગ દોઢ-બે માસની સખત મહેનતને અંતે આવા ભવ્ય પ્રદર્શનો શક્ય બને છે. તેમાં સંચાલકોથી માંડીને નાનામાં નાના વિદ્યાર્થીઓ સુધીના બધાં જ રસપૂર્વક યથાયોગ્ય સહકાર પૂરો પાડે છે.

આટલી બધી પ્રવૃત્તિની આટલી બધી વાતો એમ તો નથી થતું ને કે, તો ભણવાનું શું? અરે ભોજનના થાળમાં આ તો ચટણી-સંભારા પૂરતું જ મર્યાદિત છે. આખો રસથાળ તો વિવિધ ભાષાઓ, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગણિત અને હાયર સેકન્ડરીમાં પણ ત્રણ પ્રવાહના અનેક વિષયોના અભ્યાસક્રમથી ભરેલો છે. પરંતુ ચટણી-સંભારા વિના જેમ ભોજન અધૂરું છે તેવું જ આ અભ્યાસપૂરક પ્રવૃત્તિઓનું અહીં કેટલાંક વિદ્યાર્થીનીમંડળના પ્રતિનિધિઓ-મંત્રીઓના જ શબ્દો ટાકું તો વધારે નહીં ગણાય.

વિદ્યાર્થીનીમંડળના બધા જ કાર્યક્રમોમાં જેમ વિદ્યાર્થીઓ ખૂબ રસ લે છે તેમજ શિક્ષકો પણ પોત પોતાના આગવી શક્તિ પ્રમાણે વિદ્યાર્થીઓને તૈયાર કરાવવામાં મદદરૂપ થાય છે.

---

પોતાનું બુદ્ધિબળ જે વાપરતો નથી તે અંધાનુયાયી છે,

જેને વાપરતાં આવડતું નથી તે મૂર્ખ છે,

અને જેનામાં વાપરવાની હિમંત નથી તે ગુલામ છે.

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH