Untitled Document
    
 
Untitled Document
 
 
Some Articles
 

વિદ્યાલયના આંગણે ઉડનારાં

શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ, રાજકોટ શહેરની મધ્યમાં ઔદ્યોગિક અને વ્યવસાયિક વિસ્તાર વચ્ચ ોવા છતાં સંસ્થાનાં આશરે નવથી દસ એકરનાં પ્રાંગણને બન્ને બાજુનાં શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહનાં શૈક્ષણિક સંકુલો તેમજ પછવાડાની શ્રી ભક્તિનગર સોસાયટીના મોટા પ્લોટીંગ અને બહુમાંળી મકાના વિનાની ફળિયાંવાળા બંગલોઝ ધરાવતી રહેણાંક સોસાયટી, સંસ્થાના ગ્રીન બેલ્ટને જાણે કે એક બફર શ્રોન પૂરો પાડે છે.

સંસ્થામાં વર્ષો જૂના લીમડા, પીપળા, બૂચનાં વૃશો અને દેશી મેંદીનાં વિશાળ હેજીંગ ઉપરાંન્ત છેલ્લા એકાદ દાયકાથી પદ્ધતિસરનાં ક્રમિક વૃક્ષારોપણ દ્વારા કેમ્પસ પરનાં વૃશોની ઘટાઓ વચ્ચેનો ગેપ પૂરાઈને આખા પ્રાંગણમાં એક બીજાને સાંકળતું ગ્રીન કેનોપી કવર બને તેવું આયોજન હાથ ધરાયું છે.

વૃશોની પસંદગીમાં પણ એકલદોકલ ગુલમોહર કે સપ્તપર્ણીને બાદ કરતાં ફળ-ફૂલ આપનારાં સ્વદેશી વૃશોની પસંદગી કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

ખાસ કરીને વિદ્યાલયમાં વસવાટ કરતી અથવા શિયાળુ કે સ્થાનિક પ્રવાસ દરમ્યાન જોવા મળતી પશીઓની ૪૨ પ્રજાતિઓના ખોરાક અને ટેવોને અનુકૂળ વુશોનું વાવેતર કરવાનો પણ નિષ્ણાંતોની સલાહથી પ્રયત્ન કરેલો છે, જેમાં પીલુ, ગુંદી, ઉંમરો, શેતૂર, સવન જેવા વૃશોનો સમાવેશ થાય છે.

ઉપરાન્ત રૂદ્રાક્ષ, ચંદન, રૂખડો, કદમ્બ, વડલા, પીપળા, બિલી, કરંજ જેવા પરવિત્ર વૃશોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. તેમ બહુ નાના પાયે ઔષધીય મહત્ત્વ ધરાવતી વનસ્પતિઓનું પણ વાવેતર હાથ ધરવા પ્રયત્ન કરેલ છે.

કોઈ પણ રાષ્ટ્ર કે રાજય પોતાનું નેશનલ બર્ડ કે સ્ટેટ બર્ડ ઘોષિત કરે રીતે શાળા પોતાનું સ્કુલ બર્ડ જો ઘોષિત કરવા ઈચ્છે તો જરા પણ અચકાટ વિના 'અબાબીલ' એટલે કે House Swift ને વિદ્યાલયનાં શાળા પંખી તરીકે ઘોષિત કરી શકાય. સંસ્થાનાં જૂનાં નળિયાવાળાં મકાનોમાં માળાની વસાહતો રચીને ર૪ કલાક માત્ર અને માત્ર વિદ્યાલયમાં રહેતા, ઉડતાં, ખોરાક લેતાં, માળો બાંધતા, પ્રજનન કરતાં, બચ્ચાં ઉછેરતાં કાળચટ્ટા ચકલી જેવડા કદનાં પક્ષી મોટી વસાહતોમાં વિદ્યાલયમાં દિન-રાત રહેતાં હોવા છતાં મહદ્ અંશે માનવ આંખોથી છૂપાયેલા અટલા માટે રહી શકે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તવેળા સિવાય મકાનોની છતમાં માટીના નળિયાનાં ગર્ભમધ્ય અંધારી વસાહતોમાં તેઓ છૂપાયેલા રહે છે. વળી, પાણી પણ બાષ્પનાં સૂક્ષ્મ બંદો દ્વારા હવામાંથી મેળવતાં વિહગ ઝાંખા પ્રકાશમાં સૂક્ષ્માતીસૂક્ષ જીવાણુ હવામાં ચોદિક ગલોટિયાં ખાતા ઉડતાં આરોગે છે. જમીન પર વૃક્ષ પર, તાર કે મકાનોની છત પર બેસીને તેઓ સમતોલન જાળવી શકતાં થી. ઈશ્વરે તેમના માટે બે સ્થિતિ નિર્માણ કરી છે - કાં તો મુક્ત ગગનમાં પરોઢ કે સંધ્યાટાણે પોતાની શરીરમાં લાંબી પાંખોથી ઉડતાં અક્રોબેટીક અંગ કસરતો કરવાની અથવા નળિયાની ખાંચ જેવી છિદ્રાળુ છતોની બખોલ જેવા અંધકારમય નિવાસસ્થાનમાં દિવસના બાર કલાકો વીતાવવાન !

છેલ્લાં ત્રણેક વર્ષથી શાળા નળિયાવાળાં જૂનાં મકાનો પર ફરી વળેલા બુલડોઝરે પક્ષીની વસાહતોનું નિકંદન કાઢી તેનાં અસ્તિત્વ બહુ મોટો ખતરો ઉભો કરેલો છે. સંસ્થા પ્રાંગણમાં વૃદ્ધ દાદાજીસમાં બચેલાં બહ્યાં-સહ્યાં ચાર-પાંચ નળિયાવાળાં મકાનોનાં નાશ બાદ વિદ્યાલયનાં આંગણે વસનારા આબાબીલોની વિશાળ વસાહતોના છેલ્લા અવશેષોનો પણ વિનાશ થશ ! સ્કૂલ બૃડનું બિરૂદ મેળવનારાં પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસશે.

ત્યાર પછી વિદ્યાલયમાં ર૪ કલાક રહેતાં એટલે કે દિનચર્યા ઉપરાન્ત રાત્રિ નિવાસ પણ કરતાં પક્ષીઓમાં સમાવેશ થાય છે સામાન્ય માનવઆંખોને હાથતાલી દઈ મહદ્અંશે પોતાની હાજરી ગોપનીય રાખી શકતાં દરજીડા Tailor Bird), જાંબલી સક્કરખોરા Purple sunbird અને ટપુશિયા Shite Throated Munia ! ચકલીથી પણ નાનેરી એવી પશીઓની ત્રણ પ્રજાતિ ખૂબ નાજૂક અને નમણી છે. ત્રણેનાં માળા અલગારીરીતે વિશિષ્ટ અને ઘાંસ-પત્તામાં છૂપાવીને સરસરીતે કેમોફલેજ કરીને ક્યારે ઈંડા સેવી, બચ્ચા ઊછેરી લે તે ચોપાસની માનવસૃષ્ટિને ખબર પણ પડવા દે. ઉપરાંન્ત માનવીથી ઓછા ડરતાં અને વટથી ખૂલ્લે આમ માળો બાંધી બિલાડીની નજરનો ભોગ બનતાં બુલબુલ પણ વિદ્યાલયમાં સારી સંખ્યામાં જોવા મળે છે.

છાત્રલય અને ભોજનાલય પાસેના ધૂળિયાં મેદાનનાં સ્થાને સિમેન્ટનો ધાબો નખાતા બાસ્કેટ બોલ, ેડમીન્ટન, ટેનીસ જેવી રમતોને વધુ અનુકૂળ મેદાનો મળ્યા, પરંતુ મજબૂત, લાંબા પગ ધરાવતી પક્ષીઓની બે ખૂબસુરત નાજુક પ્રજાતિઓની યાતના સિમેન્ટની ભૂમિએ ખૂબ વધારી દીધી છે. છે જમીન પર ઈંડાં મૂકી બચ્ચાં ઉછેરતી દિવસે જોવા મળતી ટિટોડી Red Vottled Lapwing અને રાત્રિની સ્તબ્ધતાને પોતાના દીર્ઘ સમય ચાલતા બુલંદ ટહૂકાથી મધુરતા અર્પતા, જમીન પર ચાલતુ અને દોડતુ, નિશાચર પક્ષી નાનો ચકવો Stone Curlew)

વિદ્યાલયની સફાઈ વ્યવસ્થાને ચિરકાલીન પડકાર ફેંકતાં અને સ્વચ્છતાની સંકલ્પનામાં બાંધછોડ કરવા વટથી ફરજ પાડતાં પારેવા-કબૂતર Blue Rock Pigeon ંસ્થાનાં દરેક મકાન, વરંડા, ગોખ, સ્પકર, ટ્યુબલાઈટ અત્ર-તત્ર-સર્વત્ર સંસ્થાના પોતાના પૂર્વજોની સંપત્તિ હોય એટલા હક્કથી, પોતાનાં સ્તિત્ત્વની શાખ પૂરતાં ચરક, પીંછાં અને માળાના અવશેષો છોડતાં રહે છે. સંસ્થાનાં વચ્ચેનાં મેદાનમાં કબૂતરનાં મૂક્ત વિહારથી દરરોજ ધૂળમાં અંકિત થતી પગલાંની રૂપાળી છાપોની વિશાળ રંગોળીઓ પ્રાંગણને અદ્ભૂત સુંદરતા ધરાવે છે.

જૂનાં મકાનોનાં નળિયા, વીજળીના તાર, લીમડા-પીપડાનાં વૃક્ષો અને શાળાનો ઘંડ જેની ક્રિડાનાં પ્રિય સ્થળો છે તેવા પોપટ Rose Ringed Parakeet ગતિ ચાપલ્યમાં જેટલા માહેર એટલાં જાતજાતની બોલીઓ અને સ્વરોની મીઠાશને કારણે લોભામણા ! બે પોપટની જોડીના એક મેક સાથેના પ્રેમાલાપ અને અંગભંગિઓ મુગ્ધતાથી જોવા બેસો તો કલાકો ઓછા પડ !

વિદ્યાલયની ધૂળ અને તડકા વચ્ચે ભરબપોરે જો થાક કે સુસ્તી દૂર કરવા હોય તો માટે પોતાની ટીપકીવાળી માદા પાછળ વૃશોની ઘટામાં કૂદકે કૂદકે પીછો કરતો પોતાની ચમકતી કાળી કાયા નચાવતો, પોતાની રત્નસામન ચમકતી લાલચટ્ટ આંખો વડે સંમોહન કરતા કોકિલના 'કુહૂ...કુહૂ...' ના અથાક આરોહી ટહૂકા કાફી થઈ પડ !

વિદ્યાલયના વર્ગખંડોને અવારનવાર અવનવા અવાજોથી ભરી દેતી કાબરની ત્રણ પ્રજાતિ, ભોળપણની જીવનમૂર્તિનાં પ્રતીકસમાં હોલાની ત્રણ પ્રજાતિ, ઉપરાન્ત કવચિત, શાળાની મુલાકાતે આવી ચડતા મોર-ઢેલ, પીળક, દૈયડ, કાળોકોશી, લલેડાં, કાળી કાંકણસાર, કુકડિયો કુંભાર, ઘંટી ટાંકણો, ખેરખટ્ટો, કુલકલિયો વગેરે શાળાની બાયો ડાયર્વિસટીને વિવિધ રંગો અને વિવિધ સ્વરોની સમૃદ્ધિ આપે છે.

તમામ નાનાં મોટાં પક્ષી પર દિવસે ભૂખી બાજ નજર રાખતા સમડી અને શકરો બાજ પંખી અને રાત્રિના જીવજંતુ કે નાના પશીઓને શોધવામથતા ચીબળી અને રેવીદેવી ઘૂવડનું પણ વિદ્યાલય પ્રિય નિવાસ્થાન છે. શિયાળુ પ્રવાસ કે સ્થાનિક પ્રવાસ કરતાં પક્ષીઓમાં વૈયાં, દીવાળી ઘોડા, થરથરો, પીળક વિવિધ પ્રકારના માખીમાર કે ઘાંસની કૂત્કી મુખ્ય છે.

વેકેશનના ગાળામાં છાત્રાલયની બાળાઓ ઘેર ચાલી જાય અને શાળામાં પણ માનવીય અવરજવર નહીંવત્ હોય ત્યારે બટેર, પતરંગા કે ઘંટી ટાંકણાની ચહલ પહલ અનેકગણી વધી જાય છે.

ઉપરાંત વિદ્યાલયના પીપળામાં સદાય વસતાં, સદાય ગાતાં અને પાંદડા-ટેટાં વચ્ચે આસાનીથી પોતાની જાતને છૂપાવતાં છતાં આખો દિવસ લૂહારની એરણ જેવા 'ટૂક... ટૂક... ટૂક...'ના અવિરતનાદે ઉનાળાની ભરબપોરે તડકા અને ઉકળાટ ભરિ નિઃસ્તબ્ધતાને મધુર બનાવતા કંસારા (Goppersmith Barbet) પણ વિદ્યાલયમાં કાયમી વસવાટ કરતાં અભિન્ન અંગ છે.

વિદ્યાલયમાં છેલ્લાં પચીસ વર્ષોમાં નોંધેલા-જોયેલા પક્ષીઓની યાદીઃ

) ચકલી

) કબૂતર

) પોપટ

) કાબર

) બબ્બઈ

) ઘોડો કાબર

) હોલો

) રાતડિયો હોલો

) નાની હોલડી

૧૦) ટિટોડી

૧૧) નાનો પતરંગો

૧૨) કલકલિયો

૧૩) કાળી કાંકણસાર

૧૪) ઘંટી ટાંકણો

૧૫) કંસરો

૧૬) દરજીડો

૧૭) સક્કરખોરો

૧૮) બુલબુલ

૧૯) ટપુશિયું

૨૦) સુગરી

૨૧) દૈયડ

૨૨) દેવચકલી

૨૩) કાળો કોશી

૨૪) શકરો બાજ

૨૫) સમડી

૨૬) ચીબરી

૨૭) રેવીદેવી ઘુવડ

૨૮) બટેર

૨૯) દીવાળી ઘોડો

૩૦) પીળક

૩૧) થરથરો

૩૨) ચટકી માખીમાર

૩૩) મોર-ઢેલ

૩૪) નાનો ચકવો

૩૫) કોયલ

૩૬) કાગડો

૩૭) અધરંગ

૩૮) વૈયો

૩૯) કુકડિયો કુંભાર

૪૦) ખેરખટ્ટો

૪૧) અબાબીલ

૪૨) અબાલી

૪૩) કૂત્કી

૪૪) ઢોર બગલો

નોંધઃ ચેકલીસ્ટમાં વિદ્યાલયના આકાશમાં ઊડીને પસાર થતાં જોયેલા પક્ષીઓનો સમાવેશ કરેલ નથી. પરંતુ માત્ર વિદ્યાલયના બગીચા કે મેદાનમાં જોયેલા પક્ષીઓનો અત્રે ઉલ્લેખ કરેલ છે. પક્ષીઓની પ્રજાતિઓનાં વર્ગીકરણ મુજબના ક્રમમાં ચેકલીસ્ટ કરેલ નથી. એક શીખાઉ, મુગ્ધ પક્ષી પ્રેમીએ નોંધેલા પક્ષીએ નોંધેલા પક્ષીઓની માત્ર એક યાદી છે.

 

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH