Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> Interact Club
 
 કેવીકેવી ઈન્ટરેક્ટ ક્લબ

શૈક્ષણિક વર્ષ ૧૯૯પ-૯૬ દરમિયાન શ્રી હેમલતાબેન રૂપાણીનાં કન્વીનરપદે સ્થપાયેલ કેવીકેવી ઈન્ટરેક્ટ ક્લબ એ રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦માં સતત બેસ્ટ ક્લબ ઓફ ધ ડિસ્ટ્રીક્ટનો એવોર્ડ મેળવતી રોટરી ક્લબ ઓફ રાજકોટ મીટડાઉનના નેજા હેઠળ વ્યક્તિત્ત્વ વિકાસ અને સમાજ સેવાર્થે કાર્યરત સંગઠન છે જેમાં શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધો.૯ થી ૧રની વિદ્યાર્થીની બહેનો જોડાઈ શકે છે.

પોલિયો નાબૂદીકરણનાં વિશ્વિક અભિયાન હેઠળ રોટરી મીડટાઉનના સહયોગથી શાળાના ઈન્ટરેક્ટર્સ પ્લસ પોલિયો અને પોલિયો પ્લસ રસીકરણ અભિયાન અંતર્ગત અગાઉથી પોલિયો ડેતરીકે ઘોષિત થયેલ રવિવારના દિવસોમાં ઘેર-ઘેર અને બારણે-બારણે ઈ નવજાત શિશુથી શરૂ કરી પાંચ વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપાં પાવા સમજાવે છે તેમ રસી પાયેલ રડતાં બાળકોને ચોકલેટ-બસ્ટીક આપી શાંત પાડવાની ઉમદા સેવા કરે છે.

પ્રતિ વર્ષ શહેરની સિવિલ હોસ્પીટલ, કે. ટી. ચીલ્ડ્રન હોસ્પીટલ, આઈ હોસ્પીટલ તથા ઝનાના હોસ્પીટલના તમામ દર્દીઓ, નર્સીંગ સ્ટાફ તથા ડોક્ટરોને રક્ષાબંન પર્વ નિમિત્તે રાખડી બાંધીને આ ઈન્ટરેક્ટર્સ સારા સ્વાસ્થ્ય અને સુખાકાર અને સુખાકારીની શુભેચ્છા આપી દર્દીઓનું મોં મીઠું કરાવે છે ત્યારે દર વર્ષે સરકારી હોસ્પીટલના ગરીબ દર્દીઓ અને તેમના સગાસંબંધીઓ ગળગળા બની શાની ઈન્ટરેક્ટર બહેનોને આર્શીવાદ આપે ત્યારે ભાવનાસભર દૃશ્યો સર્જાય છે અને દીકરીઓને સામાજિક દાયિત્વનું કિંમતી જીવન પાથેય મળે છે.

આ ઉપરાંત રોટેરીઅન ડો.શ્રી કેતનભાઈ ઠક્કરના સહયોગથી વર્ષ-ર૦૦ર થી પ્રતિ વર્ષ શાલેય સત્રાન્ત પૂરી થયા બાદ રાજકોટ શહેર માટે ઈન્ટર સ્કૂલ સામાન્ય જ્ઞાન ક્વીઝનું ઈન્ટરેક્ટ ક્લબના નેજા હેઠળ રસપ્રદ આયોજન કરવામાં આવે છે જેમાં સામાનય જ્ઞાન અને બુદ્ધિમત્તાના અતિ ઊંચા સ્તર સાથે ઓડિયો વીઝયુઅલ રાઉન્ડ સાથેની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણ વિભાગમાં સામાનય જ્ઞાન ક્વીઝ યોજાય છે. દરેક વિભાગમાં આશરે ૧પ-ર૦ સ્કૂલોની એન્ટ્રીઓ સામાન્ય રીતે આવે છે જેમાં લેખિત પરીક્ષાની સ્ક્રટીની બાદ ત્રણે વિભાગમાંથી આઠ-આઠ ટીમ અંતિમ સ્પર્ધા માટે પસંદ કરવામાં આવે છે.

આ ઉપરાન્ત શાળાનાં વિદ્યાર્થીની મંડળ, સ્પોર્ટસ એકેડમી, એન.એસ.એસ. પ્રવૃત્તિ, ગ્રુપ થિયેટર તથા નવશક્તિ ગ્રુપ દ્વારા આયોજિત દરેક પ્રવૃત્તિઓમાં આ ઈન્ટરેક્ટર્સ રસપૂર્વક ભાગ લે છે.

During the Academic year, 1995-96 Conviner seat of Shree hemalatabena rupaninam established kvkv  interacts club is the Rotary District 3060 in the Best Club of the District Award, receiving the Rotary Club of Rajkot midtown backed personality development and social services in the organization. The Students can Connect who is in std 9 to 12 in  Shree kadavibai Virani Kanya Vidyalaya.

Polio campaign under nabudikarananam visvika Midtown Rotary Polio Plus and Polio Plus interactors ​​cooperative school vaccination campaign within the already-Polio Day 'declared Sunday a day of days - take the camera - the camera has a new baby e poliyona drops for children up to five years and explains the vaccination of children crying chocolate – biscuit to provide excellent service to the quiet.

Every year, the city civil hospital, or K. T. Children Hospital, Eye Hospital and jhanana hospital’s patients, nursing staff and doctors give good wishes for their  health in the festival of  rakshabandhan with tied rakhi and in the mouth of the salt shows poor patients and their relatives.

With the help of The roteriana Dr.Shree ketanabhai Thakkar every year organized Inter school General  knowledge Quize for Rajkot  Under the interact Club.In this high level of General Knowledge and Intellectual Audio Visual Round Which is organised in three Section Primary , Secondary and Higher Secondary. In Every Section Approximately 15-20 Schools Entries are usually written examination after three scrutiny section eight - eight teams are selected for the final competition.

Interactors also take part with Interest in School’s Students Committee,Sports Academy,N.S.S Activities,Group Theatre And Organised by Navshakti Group Activities.

Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH