Untitled Document
    
 
Untitled Document
 
 
Co-Curricular Activities  >> Eco Club
 
 કેવીકેવી ઈકો ક્લબ અને પ્રકૃતિ શિક્ષણ શિબિરો

વર્ષ ૧૯૯૭થી શ્રી કડવીબાઈ વીરાણી કન્યા વિદ્યાલયમાં વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર-ઈન્ડિયા (WWF)અન્તર્ગત નેચર કલબ્સ ઓફ ઈન્ડિયા (NCI)ના નેજા હેઠળ કેવીકેવી નેચર ક્લબનું રજીસ્ટ્રેશન થયેલ.

આ નેચર ક્લબ અન્વયે સઘન પ્રકૃતિ અને પૃયાવરણ શિક્ષણના કાર્યક્રમે હાથ ધરતા જેમાં હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય, રામપરા વીડી અભ્યારણ્ય તેમ જ વન ચેતના કેન્દ્ર, સક્કરબાગ ઝૂ, જૂનાગઢ અને ગિરનારમાં બોરદેવી, રામનાથ, ઈન્દ્રેશ્વર તથા આત્મેશ્વર મુકામે પ્રકૃતિ શિક્ષણ શિબિરો, ટ્રેકિંગ અને જંગલ મધ્યે જાતે રસોઈ કરી જમવાના અને રાત્રિ મુકામના અનુભવો પૂરા પાડતા પ્રવાસોનું નિયમિત આયોજન થતું.

વર્ષ-ર૦૦ર થી કેવીકેવી નેચર ક્લબનું ગુજરાત ઈ કોલોજીકલ એન્ડ એન્વાયરમેનટ રિસર્ચએટલે કે GEER FOUNDATION,ગાંધીનગરના નેજા હેઠળ કેવીકેવી ઈકો ક્લબમાં રૂપાન્તરણ કરવામાં આવ્યું.

કેવીકેવી ઈકો ક્લબ દ્વારા પ્રતિ વર્ષ નીચેની પ્રવૃત્તિઓ સથાનિક સ્થળો અથવા નજીકનાં ટૂંકા અંતરના બે થી ત્રણ દિવસના શેક્ષણિક પ્રવાસો અને શિબિરો દ્વારા કરવામાં આવે છેઃ

૧. વિદ્યાલયનાં પ્રાંગણમાં જ વનસ્પતિ ઓળખ અને પક્ષી ઓળખ

૨. શિયાળુ પ્રવાસ કરતા યાયાવર પક્ષીઓનાં નિરીક્ષણ માટે રાજકોટનું લાલપરી તળાવ, રાંદરડા ડેમ, ઈશ્વરિયા મહાદેવ તળાવ વગેરે

૩. સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ દ્વારા વિકસાવવામાં આવેલ વન ચેતના કેન્દ્ર, આજી ડેમ તથા રાંદરડા નર્સરી

૪. રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, કુવાડવા, સામાજિક વનીકરણ વિભાગ, રાજકોટ ડિવીઝન

૫. સક્કરબાગ ઝૂ, જૂનાગઢ તથા ગિરનારનાં જંગલો

૬. પ્રકૃતિ શિક્ષણ અભ્યારણ્ય, હિંગોળગઢ, જિ.રાજકોટ

૭. નરારા ટાપુ, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, જિ.જામનગર

આ સિવાય પ્રતિ વર્ષ ઉનાળુ વેકેશન અને દીવાળીનાં વેકેશન દરમિયાન કેવીકેવી ઈકો ક્લબ દ્વારા રાજય બહારના ૭ દિવસથી ૧પ દિવસ સુધીની લાંબા પ્રવાસો દ્વારા પ્રકૃતિ અને પર્યાવરણ શિક્ષણ ટ્રેકીંગ, પર્વતારોહણ, એડવેન્ચર સ્પોર્ટસ, વોટર સ્પોર્ટસ વગેરેની તાલીમ આપતી સઘન શિબિરોનું પણ નિયમિત આયોજન કરવામાં આવે છે, જેની વિગત નીચે મુજબ છે.

વર્ષ ૨૦૦૩ - કુલુ-મનાલી, હિમાચલ પ્રદેશ

વર્ષ ૨૦૦૪ - પંચમઢી, મધ્યપ્રદેશ

વર્ષ ૨૦૦૫ - ડેલહાઉસી, ધરમશાલા, હિમાચલપ્રદેશ

વર્ષ ૨૦૦૬ - કાન્હા નેશનલ પાર્ક, ભોપાલ, સાંચી, જબલપૂર, મધ્યપ્રદેશ, પેરીયાર નેશનલ પાર્ક, નીલગિરિનાં જંગલો, બેક વોટર્સમાં નૌકાવિહાર, કેરાલા

વર્ષ ૨૦૦૭ - સરદાર સરોવર ડેમ, દુધવા નેશનલ પાર્ક, રાજપીપળા, ઔરંગાબાંદ, દોલતાબાદ, અજન્તા ઈલોરાની ગુફાઓ, સેલવાસ-દાદરા નગર હવેલી તથા મહારાષ્ટ્ર

વર્ષ ૨૦૦૮ - નૈનીતાલ, સાતતાલ તથા મુક્તેશ્વર, ઉત્તરાખંડ મુકામે ઈકો ફ્રેન્ડલી કેમ્પ સાઈટમાં બાઈસાઈકલીંગ, કાયાકીંગ, વોટરસ્પોર્ટ, નાઈટ ટ્રેકીંગ, રિવર ક્રોસીંગ, રોક ક્લાઈમ્બીંગ, રેપલીંગ દ્વારા એડવેન્ચર સ્પોર્ટસનો રોમાંચક અનુભવ

વર્ષ ૨૦૦૯ - માં શહેરની ૧૦ શાક માર્કેટોમાં હલ્લા બોલકાર્યક્રમ દ્વારા પ્લાસ્ટીકનાં ઝબલામાં શાકભાજીની ખરીદ-વેંચ કરતા ગ્રાહકો અને દુકાનદારોને શાળાની વિદ્યાર્થીનીઓએ પસ્તીમાંથી જાતે બનાવેલ થેલીઓ તથા કપડાંની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરી પ્લાસ્ટીકનાં ઝબલાં (પોલીથીન બેગ્સ)ના ઉપયોગની ભયાનક્તા સમજાવેલી.

KVKV ECO CLUB AND NATURE EDUCATION CAMPS

Shree Kadvibai Kanya Vidhylay, has been registered in NCI (Nature Clubs of India), under the umbrella of WWF (World wide Fund for Nature-India since 1997.

This club has organized intensive and successfully nature education activities regularly.

Some important nature camp sites are-Hingolgadh nature education forest, Rampara vidi forest and awaken centre, Sakkarbag zoo Junagadh, Base of Girnar Mountain including Bordevi, Ramnath, Aatmeshwar. The nature camp activity includes Tracking, Self cooking, night stay in forest etc.

In 2002 KVKV nature club is transformed in Eco club, under the umbrella of GEER foundation. (GEER= Gujrat ecological and environment research.

KVKV eco club, organize two or three days visit within short distance from the school, and carries following activities-

 1. Identification of plants and birds in school camps itself.
 2. Bird watching for winter visitor birds at Lake of Rajkot city such as-Lalpari Lake, Randarda Lake, Ishvariya Mahadev Lake.
 3. Visit to forest awaken centre (developed by Social forest Department Rajkot), at Aaji dam and Randarda nursery.
 4. Visit to Sakkrbag Zoo Junagadh and Girnar forests
 5. Visit to Nature education camp sight Hingolgadh forest, Dist. Rajkot
 6. Visit to Narara island, Dist. Jamnagar
 7. Visit to Research and Development centre Social Forestry department, Kuvadva, Rajkot Division

 

Above these KVKV Eco club organize 7 to 15 days tours at out of Gujrat state, which includes nature education activities such as Tracking, Mountaineering, Adventure sports, Water sports, Forest camping etc. The places of tours are as follow

 • YEAR 2003 Kulu Manali, Himachal Pradesh.
 • Year 2004 Panchmadhi, Madhya Pradesh
 • Year 2005 Dalhousie Dharamshala, Himachal Pradesh
 • Year 2006 Kahn national park, Bhopal, Sanchi, Jabalpur, Madhya Pradesh.  And Periyar national park Nilgiri Forest, Boating at back waters, Kerala
 • Year 2007 Sardar Sarovar Dam, Dhudhva National Pak, Rjlpipla, Aurangabad, Ajanta Elora caves, Selvas and Dadranagar Haveli, And Maharashtra.
 • Year 2008 Nainital, Saattal, Mukteshwar in Uttrakhand. The  students get the thrilling experience at Eco friendly campsite, with many activities such as bicycling, Skiing, water sports, night tracking, river crossing, rock climbing, rippling.
 • Year 2009 School students Visited to the vegetable market of the city, and explain the shopkeepers, vendors and customers about polyethylene bag’s pollution, and distributed self handmade paper bags. The event is known as “HALLA BOL”.
Untitled Document
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
   
 
 

Student details »


 
Untitled Document
Copyright © 2009 kvkvs.org All Rights Reserved.     
Web Magic by : G-TECH